Gayatri Employ Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gayatri Employ Student Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું જીવન ચરિત્ર અભ્યાસક્રમમાં સમાવાશે
રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હવે
ગુજરાત સરકારે મુસદ્દો તૈયાર કરી નાખ્યો, આનંદીબહેનની મંજૂરીની જોવાતી રાહઃ પ્રાથમિક શિક્ષણના અભ્યાસમાં ઉમેરાશે
ગાંધીનગર, બુધવાર
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની જતાં હવે દરેક રાજ્યો તેની ખુશામતમાં લાગી ગયા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશે તેની શાળાઓના અભ્યાસક્રમમાં નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને પાઠ સ્વરૃપે સમાવ્યા બાદ હવે ગુજરાત પણ તેનું અનુકરણ કરનાર છે. ગુજરાતમાં પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને, તેમની અત્યાર સુધીની સફરને સમાવવા મુસદ્દો તૈયાર કરી દેવાયો છે. આગામી બે-ત્રણ દિવસમાં સરકાર તેની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીએ ભવ્ય સફળતાં મેળવી છે. દેશના રાજકારણમાં નરેન્દ્ર મોદીની કદ-કાઠી ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને ભાજપમાં હવે તે નંબર ૧ના સ્થાન પર પહોંચી ગયા છે. આથી ભાજપના અન્ય નેતાઓ હવે તેમની ખુશામતમાં રત બન્યા છે. ખાસ કરીને ભાજપ શાસિત જે રાજ્યો છે તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યેનકેન પ્રકારે રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશ સરકાર અને રાજસ્થાન સરકારે તેમના અભ્યાસક્રમમાં નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને સમાવવાનો નિર્ણય કર્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતી છે ત્યારે ગુજરાત સરકાર તેમની ખુશામતમાં પાછળ રહી જાય તે ના ચાલે. આથી ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને અભ્યાસક્રમમમાં દાખલ કરવાનું આયોજન કરાયું છે.
સરકારના વિશ્વસસનીય સૂત્રોના જણાવ્યા મુજબ સરકારના શિક્ષણ વિભાગે આ માટેનો મુસદ્દો તૈયાર કરી નાખ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના બાળપણથી માંડીને વડાપ્રધાન સુધીની સફરને દર્શાવતું જીવન ચરિત્ર બાળકોને ભણાવવામાં આવશે. નરેન્દ્ર મોદી વડનગર રહેતાં હતા. ત્યારે તેમના બાલ્યાવસ્થાથી માંડીને બાદમાં તેઓ શાળાએ ગયા, અભ્યાસક્રમ માટે શહેરમાં જવું, સંઘમાં જોડાવું, હિમાલયની ગિરીકંદરાઓમાં ચાલ્યું જવું.
ફરી પરત આવીને જનસંઘમાં જોડાવું. બાદમાં સંઘના પ્રચારક તરીકે દેશના વિવિધ ભાગોમાં સતત પ્રવાસ કરવો. ભાજપમાં જોડાવું, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં આવવુ. ગુજરાતમાં ૧૩ વર્ષનું તેમનું શાસન, અને છેલ્લે વડાપ્રધાન બન્યાં ત્યાં સુધીની સફરને તેમના આ જીવન ચરિત્રમાં આલેખાશે.
નાનપણમાં તેમણે કરેલા મગર પકડવા સહિતના સાહસપૂર્ણ કાર્યો, બુધ્ધિકૌશલ્ય અને ચતુરાઈ દર્શાવતાં કારનામાઓ અને રાજકારણમાં પોતાની સુઝનો કરાવેલો અદ્દભૂત પરિચય પણ સમાવાશે.
આ ઉપરાંત તેમણે દેશના રાજકારણમાં કંડારેલી નવી કેડીને પણ અભ્યાસક્રમના આ પાઠમાં સમાવાશે.
જો કે આ મુસદ્દો તૈયાર કરીને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મંજુરી માટે મુકવામાં આવ્યો છે. જો આનંદીબહેન તે મુસદ્દાને મંજુરીની મહોર મારી દેશે તો સરકાર આગામી બે કે ત્રણ દિવસમાં જ તેની જાહેરાત કરી દેશે.
આમ, ગુજરાતમાં પ્રાથમિક શાળાના બાળકો તેમના અભ્યાસક્રમમાં દેશના મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રની સાથે નરેન્દ્ર મોદીનું જીવન ચરિત્ર પણ ભણશે. જો ગુજરાત પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમમાં મોદીનું આ જીવન ચરિત્ર પાઠ તરીકે સ્વિકારશે તો તે દેશનું ત્રીજું રાજ્ય બનશે જે નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની સફરને બાળકોને ભણાવતું હોય.
Source :-http://www.gujaratsamachar.com
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD, etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/
Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/
Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/
Email :- inquiry.gsg13@gmail.com